STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારું નામ લખી રાખ્યું છે

તારું નામ લખી રાખ્યું છે

1 min
362

મહેંદીમાં મે તારું નામ લખી રાખ્યું છે,

મારું જીવન તમામ તારે નામ લખી રાખ્યું છે,


શ્વાસ આ ધડકન તારે નામ લખી રાખ્યું છે,

હૈયાની ધરતી પર તારું નામ લખી રાખ્યું છે,


જીવી રહી છું સદા તારા જ ખ્યાલમાં હું,

મનની કિતાબમાં તારું નામ લખી રાખ્યું છે,


સતત તારા જ વિચારોમાં રહું છું સદા હું તો,

દિલની દીવાલ પર તારું નામ લખી રાખ્યું છે,


સંદેશો મોકલી રહી છું હું આ હવા સાથે,

પ્રેમની ટપાલમાં તારું નામ લખી રાખ્યું છે,


મહેંકી રહ્યો છે મારો શ્વાસ તારા સ્મરણોથી,

દિલની ધડકન પર તારું નામ લખી રાખ્યું છે,


દરેક શ્વાસ કરે છે ઉલ્લેખ તારા નામનો,

દિલની કિતાબમાં તારું નામ લખી રાખ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance