તારો થવા માંગુ છું
તારો થવા માંગુ છું


દિલ થઈ તારો હમદર્દ થવા માંગુ છું,
દર્દ માં પણ તારી દુઆ થવા માંગુ છું,
મન બની તારી ઈચ્છા થવા માંગુ છું,
ઈચ્છા થઈ તારો જન્નત થવા માંગુ છું,
ફૂલ થઈ તારો સુગંધી થવા માંગુ છું,
સુંગધી પણ બસ હવે તારો જ થવા માંગુ છું,
વાદળ થઈ તારો વરસાદ થવા માંગુ છું,
વરસાદમાં પણ હવે તને ભીંજવવા માંગુ છું,
સાંજ થઈ તારું સપનું થવા માંગુ છું,
સપનામાં પણ તારો સ્નેહ થવા માંગુ છું,
કલમ થઈ તારો કિસ્સો થવા માંગુ છું,
એ જ કિસ્સામાં હવે તારી કહાની લખવા માંગું છું,
જોયા તો હશે જ તે રાધા ને શ્યામ,
હું તો મર્યાદામાં રહી "જાનકી નો રામ" બનવા માંગુ છું,