મારા રામની જાનકી
મારા રામની જાનકી

1 min

296
નામ તો હતું જ મારું,
તેં મને ઉપનામ આપ્યું છે..
ઓળખાણ તો હતી જ મારી,
તેં મને પહેચાન આપી છે..
નદી તો વહેતી જ હતી,
તેં એને ખળખળતી કરી છે..
રસ્તો તો હતો જ મારી પાસે,
તેં મને મંજિલ બતાવી છે..
રૂપ તો હતું જ મારી પાસે,
તેં એને પ્રેમનું સ્વરૂપ આપ્યું છે..
સુગંધિત તો હતી જ હું,
તેં મને મહેકતી કરી છે..
પ્રેમ તો કરતી જ હતી હું,
તેં મને ચાહતની ચાહ બતાવી છે..
વાંચતી તો હતી જ હું,
તેં મને આજે લખતી કરી નાખી છે. .
શબરીની જેમ વાટ જોતી હતી હું જે "રામ"ની,
તે મારા "રામે" મને "જાનકી" બનાવી છે. .