મારો બનાવીશ તને
મારો બનાવીશ તને
કવિતાઓ તો વાંચી હશે તેં,
કવયિત્રી ને તું વાંચીશ હવે,
ઝાંઝરનો રણકાર તો સાંભળ્યો હશે તેં,
હૃદયનો ધબકાર સાંભળીશ તું હવે,
શબ્દોની માયાજાળ તો જોઈ હશે તેં,
શબ્દોનું વશીકરણ અનુભવીશ તું હવે,
શોધખોળ અને પુકાર તો સાંભળી લીધા તેં,
અનેરો ટહૂકો રોજ સાંભળીશ તું હવે,
ઉપવનમાં તો ફૂલો જોયા જ હશે તેં,
રેગિસ્તાનમાં ફૂલોની સુવાસ તું માણીશ હવે,
લેખિકાનો પ્રેમ તો જોયો જ હશે તેં,
પ્રેમિકાની ચાહતમાં તું લખાઈશ હવે,
પ્રેમ નું ગાંડપણ તો જોયું જ હશે તેં,
પ્રેમની પરિપક્વતા તું જોઈશ હવે,
"હું" તો હતી જ તારી,
તને "હું" મારો બનાવીશ હવે.