સરી પડ્યું એક મોતી
સરી પડ્યું એક મોતી
નાનપણ માં જ્યારે ભૂખ લાગી, ત્યારે ખૂબ રોયો,
અને સર્યા કંઈ કેટલાયે મોતી. . .
પડી ગયો, ઉઠી ને વળી પાછો ગયો, પડતો રહ્યો, રમતો રહ્યો, અને સરકાવતો રહ્યો કંઈ કેટલાયે મોતી.
બાળપણ ગયું, હવે નાનો નથી હું, એવી સમજ આપતા બધા, અને હું વિચારતો હું શું કરું, મોતી છે તો સરી જાય.
મોટો થયો, બીમાર થાઉં તો માં માંડ અટકાવતી સરી પડતા એના મોતી.
મોતી ની માળા હું કેમ ના બનાવી શક્યો, એ વિચારે ના સરકાવ્યા મોતી.
જિંદગી પૂરી મોતી વીણતી રહી, અને હું સરકાવી રહ્યો હતો મોતી, એ વિચારે ફરી એક વાર.
"સરી પડ્યું એક મોતી."