હું આજેય પ્રેમમાં છું
હું આજેય પ્રેમમાં છું
નજર ઠરી મારી, કોઈ કારણ વગર,
કારણ,
હું પ્રેમમાં હતો,
નજર મળી તારી ને મારી,
કારણ,
તું યે પ્રેમમાં હતી,
ગુમ થયા, મળ્યા, હસ્યા ને રોયા પણ ખરા,
કારણ,
આપણે બંને પ્રેમમાં હતા,
જીવન જાણે કે બની ગયું "ઉપવન",
તારું ને મારું,
કારણ,
આપણે સાચે જ પ્રેમમાં હતા,
એક દિ',
છૂટા પડ્યા એવા, કે ના મળ્યા ફરી,
કારણ,
તું તો "હતી" જ પ્રેમમાં,
અને હું,
ના ભૂલી શક્યો તને,
કારણ,
હું આજેય પ્રેમ માં "છું",