પ્રેમ કરી બેઠી
પ્રેમ કરી બેઠી


તારી રાહ જોઇ બેઠી છું હું,
શ્વાસ અધ્ધર કરી બેઠી છું હું,
શિયાળામાં ભીંજાવા બેઠી છું હું,
આજે તને લખવા બેઠી છું હું,
કાગળ પર મારી લાગણીઓ ચીતરવા બેઠી છું હું,
તું બસ એક વાર આવ મને ઊભી કરવા, બેઠી છું હું,
આકર્ષણ હોત તો ભૂલી જાત, શું કરું, આ તો હું,
પ્રેમ કરી બેઠી છું.