STORYMIRROR

Shaurya Parmar

Fantasy

2  

Shaurya Parmar

Fantasy

તારો થઈ ખોવાયો

તારો થઈ ખોવાયો

1 min
2.7K


સંધ્યાટાણે તરુવરનાં સાંનિધ્યમાં હું
નજરો સામે સરિતા માંહી ચંદ્રનો પડછાયો
ગગને ગોતું હૈયા માંહી અંધકાર પ્રસરાયો
પ્યાર મારો તારો થઈ ખોવાયો.. પ્યાર મારો તારો થઈ ખોવાયો
 
મુજ સારું જોજો ઉંચે આકાશે
અરજ મારી સખા સખીઓને
નદી, પહાડ, ઝરણાં, જંગલ
અરજ છે પશુ પંખીઓને
ભાળ મળે તો પળમાં કેજો
ઘેલો ઘવાયો
પ્યાર મારો તારો થઈ ખોવાયો.. પ્યાર મારો તારો થઈ ખોવાયો
 
વિના પલકારે જોયા કરું આંખો ભીની રાતી
શોધવી મારે નથી જે પાસે કોઈ દી મુજમાં સમાતી
વિનવું કે ઉંચે આકાશે જોતા રહેજો
હું થયો રઘવાયો
પ્યાર મારો તારો થઈ ખોવાયો..... પ્યાર મારો તારો થઈ ખોવાયો
 
નીરવ શાંતિમાં જાણે વૃંદાવનમાં રાસ રચાયો
શ્વેત વસ્ત્ર, ભીની આંખો, સ્મિત એના મુખપર
છન..છન..છન..ચારેકોર ઝણકાર ઝીલાયો
પાલવ ફેલાવીને ઉભો એ નજરો સમક્ષ
આયો પ્યાર આયો ઉરમાં ઉમંગ છવાયો
 
હાથ થામીને ઝૂમી ઉઠ્યા ઘેલા થઈને
ભેટી પડ્યા એકમેકને આનંદ રેલાયો
અચાનક તેજસ્વી ચમકારો થયો આકાશે
બંધ થઈ ગઈ આંખો હું એવો અંજાયો
ખુલી આંખ તો જોયું ફરી હું એકલો
નભમાં નજર્યું નાખી એક તારો શરમાયો
બધા જુઓ આકાશે હું એમ વિનવું
મારો પ્યાર તારો થઈ ખોવાયો.. પ્યાર મારો તારો થઈ ખોવાયો.
 
 
 
 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy