તારો પત્ર
તારો પત્ર
તારો પત્ર મને મળ્યો.
સુરજ મારા ઘરમાંથી નીકળ્યો.
સ્પર્શતા શબ્દને લાગ્યું,
ચાંદ આભેથી ઝૂક્યો.
લીટી,લીટીમાં લાગણી તારી રેલાય,
મરોડદાર અક્ષર મીઠું મીઠું મલકાય.
લખેલાં મારા નામ પર,ચહેરો તારો ડોકાય.
રૂબરૂ મળ્યાનો મને અહેસાસ વરતાય.
લાવ્યું પરબીડિયું વરસાદ પ્રેમનો ભરી.
થઈ મારા આશિયાનામાં આનંદની હેલી,
મેં આપી ચુંમી પત્ર હૃદય પર મેલી,
શબ્દો તારા સ્પર્શતા,ધડકન થઈ ઘેલી,
લખ્યાં સ્મરણોને તે,
શબ્દોને બે શાહીમાં રગદોળીને.
આખા પત્રમાં એ વર્તાતાં.
નજરે પડ્યાં બધાને પાછા મેલીને.
ભેટવા ભૂતકાળને, મૂકી દોટ મારા શ્વાસે,
શબ બની શરીર મારુ, રહ્યું મારા નિવાસે..
વાંચતાં-વાંચતા પત્ર તારો,
ફરી આવ્યો,- એક દસકો જીવ મારો.
લખ્યું હતું તે મારું નામ ઘૂંટીને.
આલેખ્યા નાના-મોટા સૌને ચૂંટીને.
પડોશીને તે નામાવલીમાં રાખ્યા.
બાળકોને પ્યાર લખ્યાં.
વડીલોને વંદન લખ્યાં.
મારા સ્મરણો અપાર ટાંક્યા.
શબ્દોથી તે, આબેહૂબ આલેખ્યાં.
આપી તારો પત્ર,
ટપાલીએ સ્વર્ગ આપ્યું મને.
દિલથી આશિષ આપી મેં એને.

