STORYMIRROR

Isha Kantharia

Romance Tragedy

4  

Isha Kantharia

Romance Tragedy

તારો પત્ર

તારો પત્ર

1 min
345

મહિનાઓ પછી આજે મળ્યો મને તારો પત્ર,

કાગળ ખોલતા જ બધા થંભી ગયા નક્ષત્ર,


પ્રેમભર્યો કાગળ વાંચતા વાંચતા ઓ પ્રિયે,

ભૂત, ભાવિ અને વર્તમાન થઈ ગયા એકત્ર,


તારો અપાર સ્નેહ અને પ્રેમ જોઈ લાગ્યું કે,

બળબળતા તડકે મારા શિર પર છે તારું છત્ર,


ભલે આપણે દૂર કરે આ દુનિયાના લોકો પણ,

આત્માથી દૂર કરે એવું કોઈએ નથી રચ્યું તંત્ર,


"સરવાણી" આ ભવ નહીં તો આવતા ભવમાં થઈશું એક,

કેમકે આપણે તો જાણીએ છે બસ પ્રેમમંત્ર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance