તારો મધુર ટહૂંકાર
તારો મધુર ટહૂંકાર
આજ ખીલેલી સંધ્યાએ તુ મને મળવા આવજે,
આવીને તુ રંગતભરી પ્રેમની મહેફિલ સજાવજે,
હું સાચા પ્રેમથી તારી રાહ જોઈશ મારી વાલમ,
તુ મારી વિરહની વેદનાનો આજે અંત કરી દેજે.
આવીને તુ મારા હ્રદયમાં પ્રેમથી વસવાટ કરજે,
મારી સાથે હ્રદયની ધડકનનો તાલ મેળવી દેજે.
હું હ્રદયનો દરવાજો ખુલ્લો રાખીશ મારી વાલમ,
દોડીને તુ મારા હ્રદયના દરવાજાને ખટખટાવજે.
તારા કોયલ જેવા ટહૂંકારથી મને મધુર સાદ કરજે,
તારા પ્રેમભરેલા સાદથી મને મદહોંશ બનાવી દેજે,
તારા મધુર ટહૂંકારથી હું પ્રેમ ધૂન બનાવીશ વાલમ,
તુ "મુરલી" ધૂનમાં મગ્ન બનીને મિલન મધુર બનાવજે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

