Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

તારો જ સહારો

તારો જ સહારો

1 min
214


જેવો તેવો પણ તારો છું હું,

હરપળ તારો પડછાયો છું, 

નજર અંદાજ ન કર વાલમ,

તારા જ દિલમાં હું વસેલો છું.


તું મારી છો, તારો જ છું હું,

સદાય તુજને ચાહું છું, 

તું મારા પ્રેમની જ્યોત છો વાલમ,

તારા પ્રેમનો હું ઉજાસ છું.


તું ષડ્જ છો તો પંચમ છું હું,

શ્વાસોની સરગમ રેલાવું છું, 

તારાં ધબકતાં દિલમાં વાલમ,

પ્રેમનો તાલ હું મેળવું છું.


તારા સ્મિતનો દિવાનો છું હું,

તારી નજરથી ઘવાયો છું, 

તું મારા પ્રેમની મૂરત છો વાલમ,

તારા પ્રેમનો હું પૂજારી છું.


દિન રાત તુજને પોકારું છું હું,

વિરહના અશ્રુ વહાવું છું, 

તરસ્યો છું તારા પ્રેમનો વાલમ,

મધુર મિલન તારૂં હું ઈચ્છું છું.


તારી નારાજગી જાણું છું હું,

તેને દૂર કરવા "મુરલી" ઈચ્છું છું,

ચાલ દિલથી એક થઈએ વાલમ,

તારો જ સહારો હું ઈચ્છું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama