STORYMIRROR

Harita Desai

Romance

4  

Harita Desai

Romance

તારો જ છું

તારો જ છું

1 min
905

દુનિયાની નજરમાં ભલે થોડો નબળો છું

પણ ભીંત ફાડીને ઉછરેલો પીપળો છું. 


ધરી દે‌ તારા જીવન કેરો સાથ મારા હાથમાં,

તારા એ હેત માટે તો સદા બેબાકળો છું, 


સોંપી દીધા છે‌ મારા સર્વ દુઃખ તારા પાલવ‌માં,

ભલે ‌જોનારની દ્રષ્ટિએ થોડો પાંગળો છું,


અવગણ્યા આંખ મીંચી તુજ વિના દરેકને,

ભલે જગત‌ સમજે હું આંધળો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance