STORYMIRROR

Kinjal Pandya

Romance

4  

Kinjal Pandya

Romance

તારો ઈશારો

તારો ઈશારો

1 min
205

નજરથી નજર શું મળી,

દિલમાં એક એહસાસ થયો.


કયાં ખબર હતી કે તારો પ્રેમ મળશે,

પણ મારા પ્રેમનો એકરાર આજ થયો.


ઈશારો કરી તારી આંખે મારા પ્રેમને કબૂલ કર્યો, 

ત્યારે દિલમાં હાશકારો ખાસ થયો.


તું મને જરૂર મળશે હવે, 

એ જાણી હૈયામાં ઉમંગનો વરસાદ થયો.


જાણે મૃગજળમાં તૃષ્ણા જાગી

તું મેઘ બની વરસ્યો ને ભીંજવી ગયો.


તે તારી આ રાધાનો પ્રેમ સ્વીકારી 

એ ઘેલી પર જાણે ઉપકાર કર્યો.


તારી થઈ હું કાના, 

મારો પ્રેમ જગવિખ્યાત થયો.


તારે મને અપનાવવી હોય તો અપનાવ,

પણ તું તો જન્મોજનમ હવે મારો થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance