STORYMIRROR

Meenaz Vasaya

Romance

3  

Meenaz Vasaya

Romance

તારી યાદનો નશો

તારી યાદનો નશો

1 min
199


તનને ભીંજવે આ ચોમાસુ

મનને ભીંજવે તારી યાદ,


મનનો મોર કરે થનગનાટ.

એક આ મોસમનો નશો,


બીજી તારી યાદનો નશો

તન મન ઝૂમી ઊઠે,


હૈયાના આકાશે રચાયું તારા પ્રેમનું મેઘધનુષ્ય

જીવન બની ગયું મારું આ સપ્તરંગી મેઘ ધનુષ્ય જેવું,


બહાર વરસે વર્ષા રીમઝીમ

ભીતર તારી યાદો અનરાધાર,


મનની ધરતી બની હરિયાળી

લીલો રંગ બધે પથરાયો,


મોરલા એ છેડ્યો કોઈ રાગ

ધરતી બની ગઈ જાણે એક બાગ,


હૈયે વાગે કોઈની યાદોના બાણ.

ધરતી બની ગઈ જીવંત ગઝલ જાણે

વર્ષા એ પૂર્યા એમાં પ્રાણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance