તારી કુરબાનીઓને સલામ કરું છું
તારી કુરબાનીઓને સલામ કરું છું
દેશમાં દિવાળીના દિપક જલે છે,
તે તેમાં તારા શહીદનું દિવેલ ઉમેર્યુ છે.
દેશ હોળીના રંગે રંગાય છે,
તે તેમાં રક્ષાનો રંગ ઉમેર્યો છે.
દેશ ચેનથી નીંદર કરી રહ્યો છે,
તે તેમાં ઉજાગરાની આહુતિ દીધી છે.
દેશ પરિવાર સાથે જમી રહ્યો છે,
તે એકલતાને અપનાવી છે.
દેશ ઉત્સવ ઊજવી રહ્યો છે,
તે અંગારાને આલિંગન કર્યું,
દેશના રક્ષક કીર્તિમાન ભવની દુઆ માંગુ છું,
તારી કુરબાનીઓને સલામ કરું છું.