STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

તારી ચુમ્મી એક યાદગાર અનુભૂતિ

તારી ચુમ્મી એક યાદગાર અનુભૂતિ

1 min
273

યાદ એ દિવસ આવે છે જ્યારે 

આપણે શબ્દો વિસરીને ચુંબનથી વાત કરતાં હતાં,

આપની એક ચુમ્મી આ દિલમાં યાદ બની રહી ગઈ.


આંગળી હોઠ પર મૂકાય ત્યાં,

યાદે અનુભૂતિ તમારી થાય છે,

આ યાદ ને કેવી રીતે શબ્દે લખું,

તમારી એ ચુમ્મી ને મારો પ્રેમ મર્યાદા ને  

ઉંબરો કેવા ભીતરે જકડી રાખે છે,

મારો પ્રેમ તારા એ એક એક

ગરમ ચુંબન ને કેવો તે પકડી રાખે છે.


એજ તારા હોઠની ગરમી 

લફજના રોમ રોમને તપાવે છે, 

શું એ દિ હતા કે તું હું મટીને 

આપણે બની ગયા હતાં,

રાહ તમારી છેલ્લા શ્વાસ સુધી જોવાશે,

તારી એ વહાલ ભરી ચુમ્મી ને

લખવા બેસું તો સાત જન્મ પણ ઘટી જશે.


આ દિ પર લખવામાં મારા શબ્દ ખૂટી જાય,

યાદ તારી આવે તારી એ ચુમ્મી તો 

મારી કલમ એક તારુ નામ જપી કેવી આહટ ભરે છે.

દિલ તને અનુભવી પાગલ બની જાય ને મારા હોઠ તારા હોઠને મળવા કેવા ઉત્સુક થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama