તારી ચાહત એજ મારી પુંજી
તારી ચાહત એજ મારી પુંજી
તારા હૈયામાં મારા કાજે પ્રેમ છે વસેલો,
બસ હવે ક્યાં જોઈએ છે !રહેવા માટે મને મહેલો,
તને ચાહવું એજ મારી છે કીમતી મૂડી,
બસ તારી અસીમ ચાહત છે મારી પુંજી,
તારા થકી જ મળ્યો છે મારા જીવનને આકાર,
તારા થકી જ મારા બધા સપનાઓ થયા છે સાકાર,
સૂકો રોટલો પણ તારા સંગે બત્રીસ પકવાન,
જાણે! તું ઈશ્વર તરફથી મળેલ અદભુત વરદાન,
ટળી જાય બધા દુઃખો અને મુશ્કેલી તારા સંગાથમાં,
આ તકલીફ પણ ડરીને ભાગે જ્યારે,
તારો હાથ હોય મારા હાથમાં,
કાંટા ભરી ડગર પણ બને તારા સંગે ફૂલોનું નગર,
સૂના દિલના આકાશે રચાય મેઘ ધનુષ્ય,
જો પડે એના પર તારી નજર.