તારી અંદર રહેલા રાવણને મારજે
તારી અંદર રહેલા રાવણને મારજે


તારા અંદરના રાવણને તું માર જે,
અહંકારને બાળી તારી જાતને તાર જે.
હૈયે શબરી જેવો ભાવ તું રાખજે,
પછી રામને તારા દ્વારે તું બોલાવજે.
સત્કર્મથી ઈશ્વરના હૈયે સ્થાન પામજે,
પછી જ ઈશ્વર પાસે તું કઈક માંગજે.
દરેકના અવગુણોને તું નકારજે,
દરેકમાં એકાદો સદગુણ તું શોધજે.
કાવાદાવાથી ભરપુર છે આ દુનિયા,
તારી જાતને એનાથી દુર તું રાખજે.
તારા અંદર રહેલા રાવણને તું મારજે,
આમ ઈશ્વરના હૈયામાં સ્થાન પામજે.