તારી આદત
તારી આદત
જવાબ ન આપવા એ તારી આદત,
સવાલો કરવા એ મારી,
તો હું માની લઉં કે આપના પ્રેમમાં પણ,
કદાચ એવું જ હશે.
તારા ખરતા આંસુને મેં વસંતના,
ફૂલડાં બનાવીને રાખ્યા છે,
હવે આ પાનખરમાં વિચારું છું,
કે મારા દુઃખ દર્દોનું કોણ હશે.
તારો હાથ પકડી ને મેં,
દરેક કાચા પાકા રસ્તા પાર કરાવ્યા,
મને પણ ક્યાં ખબર હતી,
કે આવા રસ્તાઓ એકતરફી હશે
આશા જરાય નહોતી,
પણ નિરાશાની પણ આશા નહોતી,
તો પછી મને કેમ ખબર પડે,
કે એ પણ રાહ જોતી હશે.
હવે માની લીધું અને ચલાવી લીધું,
કે થયું જે થયું એ
વાત તો થશે ખબર છે.