તારી આ આદત મને ગમે છે
તારી આ આદત મને ગમે છે
હરેક પળે મોજથી જીવવાની,
ચિંતાને હવામાં ઊડાડી દેવાની,
બેફિકર બની જીવવાની,
તારી આ આદત મને ગમે છે,
આજની ક્ષણમાં જ જીવી લેવાની,
કાલની ચિંતા નહી કરવાની,
જે થશે તે જોયું જવાશે,
બસ તારી આ મોજીલી આદત મને ગમે છે,
મિત્રો સાથે ટોળ ટપ્પા કરવાના,
વરસાદમાં હડી કાઢવાની,
ચાલુ વરસાદે પલળવાની,
બસ તારી આ અલ્લડ આદત મને ગમે છે,
જે છે એમાં સંતોષ માનવાનો,
નથી મળ્યું એના માટે ફરિયાદ નહીં કરવાની,
ઈશ્વર પર હંમેશા આસ્થા રાખવાની,
ઈશ્વરમાં આસ્થા રાખવાની,
તારી આ આદત મને ગમે છે,
હંમેશા હસતો ચહેરો રાખવાનો,
હતાશામાં પણ હતાશ નહીં થવાનું,
જે થવાનું હશે તે થઈને જ રહેશે,
તારી આ બેફિકરાઈની આદત મને ગમે છે,
આજે દુઃખ તો કાલે સુખ આવશે,
આજે પતઝડ તો કાલે બહાર આવશે,
આજે અમાસ તો કાલે પૂનમ આવશે,
તારી આ જિંદગીની ફિલોસોફીની આદત,
મને ગમે છે,
રિસાય એને મનાવી લેવાના,
દૂર હોય તો પાસ બોલાવી લેવાના,
કોઈ પણ ભોગે જીવનમાંથી એને નહીં જવા દેવાના,
કિંમતી સંબંધોને જાળવી રાખવાની,
તારી આ આદત મને ગમે છે,
મિત્રો કે સંબંધી દુઃખી હોય ત્યાં દોડ્યું જવાનું,
વગર આમંત્રણે ત્યાં ચાલ્યા જવાનું,
જાત કરતા વધારે મહત્વ એને આપવાનું,
તારી આ ત્યાગ કરવાની આદત મને ગમે છે.
