તારાથી મારાથી
તારાથી મારાથી
મારા જીવનની શરૂઆત તારાથી થાય છે,
મારા જીવનની પૂર્ણાહુતિ મારાથી થાય છે,
મારા જીવનની જીવરેખા તારાથી દોરાય છે,
મારા જીવનની જીવરેખા મારાથી ભૂંસાય છે,
મારા જીવનની પ્રેમભાષા તારાથી ઓળખાય છે,
મારા જીવનની નફરત શબ્દ મારાથી પૂજાય છે.
મારા જીવનની અથાગ વ્યથા તારાથી દેખાય છે,
મારા જીવનની અચળ ક્રૂરતા મારાથી દેવાય છે,
મારા જીવનની નસીબની લકીર તારાથી ખેંચાય છે,
મારા જીવનની મુજ દુ:ખી દશા મારાથી અપાય છે.
મારા જીવનની દુશ્મનની 'દુશ્મની' તારાથી સહેવાય છે,
મારા જીવનની થોડી શાંતિ તારાથી શોભાય છે.

