તારાં પ્રેમમાં
તારાં પ્રેમમાં


ડૂબ્યો છું હું ગળાડૂબ, તારાં પ્રેમમાં,
જોયો ચાંદ અમાસમાં, તારાં પ્રેમમાં,
મળીશ તું તો દુનિયા મળશે મને,
કે જીવી જઈશ હું, તારાં પ્રેમમાં,
નિરાશ ના કર મને, માની જા જરાં
રાખીશ દિલમાં તને, મારા પ્રેમમાં,
આવે છે તારી યાદ, પજવી રહી છે,
કે ભુલ્યો છું હું ભાન, તારાં પ્રેમમાં,
નથી રહેતી ખબર, મને આસપાસની
લાગે છે તું જ આસપાસ, તારાં પ્રેમમાં.