તારા
તારા
આ તો કેવા તારા છે?
તારા તો ભાઈ મારા છે,
ધોળા ધોળા તારા છે
તું કહે તો તારા છે,
નાના નાના તારા છે
આમ તો બહુ સારા છે,
લાગે ભલે નાના નાના
તારા તો બહુ મોટા છે,
તારા રમતા પાસે પાસે
આમ તો બહુ છેટા છે,
છેટા એટલે નાના લાગે
તારા તો બહુ દૂર છે,
દિવસે દિવસે સૂઈ જાય
રાતે પાછા રમવા આવે,
ગણવા જાય તો ભૂલ પડે
ભણવા જાય તો ભૂલા પડે,
આ તો કેવા તારા છે?
આકાશના સિતારા છે.