તારા વિના કૃષ્ણ એકલડું લાગે...
તારા વિના કૃષ્ણ એકલડું લાગે...
હું શું કહું તે તું સંભાળશે એવું બનશે એવી મને ખાતરી છે,
મારે હવે કંઈ માંગવું જ નથી,
બસ કહેવું છે કૃષ્ણ,
ભલે ને હોય તું રાધાનો અને આજ ધરાનો,
ભલે ને હોય તું પરા કે અપરા,
મને કઈ જ લેવા દેવા નથી,
મારી વાત સાંભળી ને ખાલી સ્વીકાર કર હકારો ભરે બસ એટલું બહુ જ છે,
તે પૂતના ને મારી
જશોદા નો લાલો થયો
નંદ નો લાડકો થયો
દેવકી નો જાયો થયો
ગોપી અને સુદામાનો મિત અને મિત્ર થયો,
મારા પ્રેમમાં મારા વિશ્વાસમાં કચાશ નથી અને તું નાથ છે એમાં બેવાત નથી,
તો દર્શન કેમ ના દીધા
કેમ વાત ના સાંભળી
કેમ
હજી કેટલી વાર જોવાની,
હું રાધા નથી હું મીરા નથી
હું તારી એક યુવતી છું,
હું તારી એક વ્યક્તિ છું.

