તારા વગર
તારા વગર
લખું જો કોઈ ગઝલ કે કોઈ કવિતા કે પછી કોઈ વાર્તા,
એ તારા વગર ક્યાં લખાઈ છે ?
શબ્દો મળતા નથી તારા વગર કંઈ લખવા માટે !
અને મળી પણ જાય ક્યારેક તો એ ક્યાં ગોઠવાય છે ?
વિચારોના વૃદાંવનમા જ્યારે ફરૂ છું ત્યારે બસ નીકળે છે તારૂ નામ,
એના સીવાય બીજું ક્યાં કંઈ થાય છે ?
આગળ ઘણું લખી ચૂક્યો છું હું,
પણ તારા વગર ક્યાં કંઈ લખાય છે ?
રચનાઓ ઘણી રચતો હોવ છું હું,
પણ એ રચનાઓમાં રંગ ક્યાં પુરાય છે તારા નામ વગર ?
દિલ ના ઉડાનમાંથી, કલમમાંથી કાગળ પર,
ને કાગળ પરથી બધાના હ્ર્દય સુધી,
ક્યારેય ક્યાં પહોચી શકાય છે તારા નામ વગર ?

