STORYMIRROR

Patel Padmaxi

Romance

4  

Patel Padmaxi

Romance

તારા વગર આ શ્વાસ

તારા વગર આ શ્વાસ

1 min
420

તારા વગર આ શ્વાસ તો ચાલે છે,

પણ તે યંત્રવત ચાલે છે,

તારા વગર આ દેહ તો મ્હાલે છે,

પણ તે જડવત મ્હાલે છે.


અશક્ય તો નથી જીવવું,

બની જતું આ જીવનતણી રાહે,

તારા વગર બધું દૂષ્કર લાગે છે,

સઘળી કનડગત હાલે છે.


અંતર અંતરના ઓછી,

નથી કરી શકતી પ્રીત કેમ લગીરે ?

ગઈકાલે હતી એથીય વધુ,

મહોબ્બત આવનારી કાલે છે.


શું કહું હાલત આ હદયતણાં,

ઉપવનના એ પ્રિતતરુની ?

એ દિનમાં બે ને રાતમાં ચારગણી,

આવડતે ફૂલેફાલે છે.


તારી અસર અસ્તિત્વ પર,

એવી તો છવાઈ ગઈ 'પ્રીતમ'

તારા વગર હરક્ષણ,

એક યુગની સોબત સમ સાલે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance