વરસાદ ઝરમર વરસે તો ગમે
વરસાદ ઝરમર વરસે તો ગમે
વરસાદ ઝરમર વરસે તો ગમે,
વાદળા ફરફર ગરજે તો ગમે,
ટહુકા સાવ મૌન બની ગયા,
એકાદ મોરલો ટહુકે તો ગમે,
સૂકી રેતીને કોણ પૂછે હવે ?
ભીનાશ મહીં સરકે તો ગમે,
કોરા આપણે તો યે નીતરતા,
લાગણી જેવું છલકે તો ગમે,
વરસાદમાં પલળવું કોને ન ગમે,
મારી ભીતર ઝરમર ટપકે તો ગમે.