STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

ગયા તે ગયા

ગયા તે ગયા

1 min
283

આંખમાં ચિત્ર દોરી ગયા તે ગયા

ખ્વાબમાં ચેન ચોરી ગયા તે ગયા,


એમના ધ્યાનમાં થઈ અચેતન કશી,

શ્વાસમાં પ્રાણ મ્હોરી ગયા તે ગયા,


શું કરીશું સમાજની નિંદાનું હવે,

નાહકનું દુઃખ વ્હોરી ગયા તે ગયા,


હાલ તો ખ્વાબમાં હું રહેતી કદીક,

આંખના આંસુ કોરી ગયા તે ગયા,


પ્રેમમાં જીતવું છે સરળ એમને,

સાંભળી મારુ "સોરી" ગયા તે ગયા,


હું કશું કોઈને એમ આપું નહિ,

દિલ "સ્વસા"નું જ ચોરી ગયા તે ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance