તારા શહેરમાં
તારા શહેરમાં
તારા શહેરની પહેલી સફર આજ પણ મને યાદ છે.
એ સાબરમતી ટ્રેનની સફર આજ પણ યાદ છે.
વારાણસી પહોંચતા એ ૪૫ કલાક આજ પણ યાદ છે.
રિઝર્વેશનની લાકડાની સીટો એ સફર યાદ છે.
કાશીની એ રોમાંચક સફર પણ યાદ છે.
એ ગલીઓ, વાંકી ચૂકી ગલીઓમાંથી પસાર થતાં, કાશી વિશ્વનાથજી પણ યાદ છે.
એ ઘોડાગાડીની સફર, એ ત્રણ પૈડાંની સાયકલ રિક્ષામાં ફરવાની મજા પણ યાદ છે.
ગંગા ના ઘાટ, કાશી વિશ્વનાથના દર્શન પણ યાદ છે.
ગંગા સ્નાન ને દશાશ્વમેઘ ઘાટ પણ યાદ છે.
દુર્ગા કુંડ, બિરલા મંદિર, સંકટ મોચન હનુમાનના લાલ લાડુ પણ યાદ છે.
રોજ સવારે ચાર વાગે ...હર હર મહાદેવ બોલતા ભક્તોનો અવાજ પણ યાદ છે.
બસ તારા શહેરની એ પહેલી સફર પણ યાદ છે.
હવે તો ટ્રેન પણ ફાસ્ટ .. ત્રીસ બત્રીસ કલાકે પહોંચતા એ પણ યાદ છે.
છેલ્લે ગયેલા ફ્લાઇટમાં..
એ બે કલાક પણ હજુ યાદ છે.
એ ફ્લાઈટમાં બેસવાનો પહેલો પ્રસંગ..
પણ.. દુઃખદ પ્રસંગે જવાનો હજુ પણ યાદ છે.
' માં' ને ગુમાવવાનું એ તારૂં દુઃખ...
આજ પણ મને યાદ છે.
હજુ ગયે એક વર્ષ જ થયું..
એ માં ને યાદ કરવાનું... ને...
માં ને ગુમાવવાનું દુઃખ ...
મારા સિવાય વધુ કોણ જાણી શકે !
કારણકે...
બચપનમાં ગુમાવેલી મારી માં નું દુઃખ ...
નવરાત્રીમાં વિશેષ યાદ આવે છે...
તારા શહેરની એ પહેલી સફર...
હજુ પણ... મને...
યાદ છે.
