તારા પ્રેમનું પુજન
તારા પ્રેમનું પુજન


તારા પ્રેમનું પુજન આજે કરુ છું,
જાણે મારી પાસે કયાં માપ છે,
શરમાતી નજરો ને,
મદહોશી ગમી ગઈ મને,
કિતાબી ચહેરો મને વાંચવેા ગમે ઘડી ઘડી,
આંંખોથી રમી જાય છે,
માટે તો કહ્વ છું પ્રેમ કરુ છું,
કેમ થયો પ્રેમ એ ખબર નથી,
તારી આંખોની ભાષા ગજબ,
જયારે માત્ર નજરેાથી નજરેાને જોતી,
ક્યારે ઘણું બધુ કહી જાતો,
તારી યાદેાના ઝરણામાં ઝબોળતી જાવને,
કહે છે શું લખુ કવિતા,
હું તો સ્વયંમ છું કવિતા,
જે રૂપમાં ઢાળો,
એ રૂપમાં ઢળી જાવ છું,
માટે તો કહે છે તું દરરોજ
પ્રેમ કરુ છું,
જીન્દરી પર જિંદગી ચાલે ને,
વસંતની જેમ મહેંકે,
ચાલને પ્રેમમયી દુનિયામાં
થોડું વધું ચાલીએ,
હું તારુ ખુમાર છું,રોનક છું,
રંગત છું, આંખોનું ખુમાર,
રુપનો અંબાર છું
તારા અંતર ને અંતરથી,
સ્પશીૅ જાવ છું,
માટે જ કહું છું
તને પ્રેમ કરુ છું,
પ્રેમ સિવાય કંઈ કરવાનું બાકી નથી,
તને પ્રેમ કરુ છું
એટલું કાફી છે ને !