STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તારા પ્રેમનો મધુકર

તારા પ્રેમનો મધુકર

1 min
18

મધુર રજનીની શરૂઆત માણી રહ્યો છું,

તારાઓની મહેફિલ સજાવી રહ્યો છું,

ચંદ્રના શીતળ કિરણો ફેલાતા જોઈને,

હું તારા સુંદર ચહેરાને યાદ કરી રહ્યો છું,


વહેતી સરિતાનો પ્રવાહ નિરખી રહ્યો છું,

નીરનો મધુર અવાજ સાંભળી રહ્યો છું,

તારી ઝાંઝરનો ઝનનન નાદ સાંભળીને,

હું ચારે દિશાઓમાં તુજને શોધી રહ્યો છું,


તારા કદમનો અણસાર અનુભવી રહ્યો છું,

તારો પીયું પીયું પોકારથી થનગની રહ્યો છું,

મારા રોમ રોમ પ્રેમથી લહેરાતા નિહાળીને,

હું તારા મોહિની સ્વરૂપમાં ડૂબી રહ્યો છું, 


તારા સૂરીલા અવાજથી ચમકી રહ્યો છું,

તારૂં તન અને મનથી સ્વાગત કરી રહ્યો છું,

દોડીને મારા હૃદયમાં સમાઈ જા "મુરલી",

હું તારા પ્રેમમાં ડૂબવા મધુકર બની રહ્યો છું


Rate this content
Log in

Similar gujarati poem from Drama