તારા પ્રેમ માટે
તારા પ્રેમ માટે
તારા પ્રેમ માટે હું દુનિયા સાથે લડવા તૈયાર છું,
તારો હાથ ઝાલીને બદનામી વહોરવા તૈયાર છું.
તારા પ્રેમ માટે હું ધન-દોલત છોડવા તૈયાર છું,
તારી સાથે ઝુપડીમાં જીંદગી વિતાવવા તૈયાર છું,
તારા પ્રેમ માટે હું પથ્થરો-ઠોકરો ખાવા તૈયાર છું,
તારો મજનૂ બનીને ગલીયોમાંં ભટકવા તૈયાર છું.
તારો પ્રેમ માટે હું વફાદારી નિભાવવા તૈયાર છું,
તારા સુખ દુઃખમાં કાયમ સાથે રહેવા તૈયાર છું.
તારા પ્રેમ માટે હું પ્રેમ પૂજારી બનવા તૈયાર છું,
તારી સંગેમરમરની પ્રતિમા બનાવવા તૈયાર છું.
તારા પ્રેમ માટે હુ ચંદ્રની પેલે પાર જવા તૈયાર છું,
"મુરલી" હમેશા મારા હ્રદયમાં સમાવવા તૈયાર છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

