તારા નામે કરી છે
તારા નામે કરી છે
હૃદયનાં કોરા કાગળ પર તારું નામ લખ્યું છે,
આ દિલ, આ ધડકન તમામ તારે નામે કરી છે,
જ્યાં વરસોથી હૃદયની ધરા પડી છે સૂમસામ,
એ હૃદયની ગલીઓ મે તારે નામે કરી છે,
આ રોમેરોમમાં રક્ત બની વહે છે તું,
આ શ્વાસની સરગમ મે તારે નામે કરી છે,
ઇન્તેઝારનો દીપક પ્રગટાવ્યો તારી રાહમાં,
આ ઝળહળ બની હૃદયની ધરા,
આ હૃદયની ઉજળી ધરા તારા નામે કરી છે,
આ હથેળીની મહેંદી,આ ઓષ્ઠ પરની લાલી, આ આંખોમાં લગાવેલા કાજલ,
આ હરેક પળે ગુંજતી શ્વાસોની સરગમ તારા નામે કરી છે,
કરી દે તું પણ દસ્તખત, કરી દે તારી હરેક પળ મારે નામ,
મે તો આ પ્રેમની કિતાબમાં પણ તારા નામે કરી છે,
હૃદયનું અક્ષત પાત્ર છે સ્નેહથી છલોછલ ભરેલું,
મારી આ જિંદગીની પૂરી કિતાબ મે તો તારા નામે કરી છે.

