તારા લીધે
તારા લીધે
તારી યાદો ને દફનાવી છે, દિલમાં કાંઈક એવી રીતે,
જાણે બનાવ્યો છે મેં, પ્રેમનો મકબરો તારા લીધે !
સ્મરણ તમારું થાય છે, કાંઈક એવી રીતે,
જાણે મહોબ્બતની ખુશ્બૂ, ફેલાય છે તારા લીધે !
રૌશન રાખું છું આ મહેફિલને, કાંઈક એવી રીતે,
જાણે દીપ સાથે રુહ પણ, મારી બળે છે તારા લીધે !
બની ગયો છું, દીવાનો ફકીર મસ્તાન એવી રીતે,
જાણે ઇશ્કની આ વિરાન ગલીમા, ભટકું છું તારા લીધે !
અકબંધ જ રહેશે, મહોબ્બત પર મારો "ભરોસો" એવી રીતે,
જાણે ઇબાદત કરું છું, હવે ખુદા ની તારા લીધે !
હાથ ફેલાવીને માંગુ છું, દુઆ એવી રીતે,
જાણે છેલ્લા શ્વાસ 'અમન' લઈ રહ્યો છે તારા લીધે !

