તારા જ કારણે છે...
તારા જ કારણે છે...
મારી આંખોમાં ચમક તારા જ કારણે છે,
મારી જિંદગીમાં આનંદ તારા જ કારણે છે,
મારા ચહેરા પર સ્મિત તારા જ કારણે છે,
મારા સપના સુંદર તારા જ કારણે છે,
મારા નસીબ ધાસુ તારા જ કારણે છે,
મારા જીવનમાં ફૂલોની ખુશ્બૂ તારા જ કારણે છે,
મારું મન મોજીલું તારા જ કારણે છે,
મારો આત્મવિશ્વાસ અનંત તારા જ કારણે છે,
મારી તમામ વાતમાં બકબક તારા જ કારણે છે,
પછી તને મારાથી નારાજગી શાં કારણે છે ?
