તાલીમ
તાલીમ
તાલીમ શિક્ષણનો પ્રાણ છે
તાલીમ તો રતનની ખાણ છે,
લીડરશીપ એની પાંખ છે
વિષયશિક્ષણ અને આઈસીટી
એની બે આંખ છે.
અસરકારક વર્ગ વિના બધું રાખ છે
એક એક રતન આ તાલીમ રૂપી
પદ્મ ના છે
આત્મસાત કરે જે જગમાં એની
નામના છે.
થાય જો સદુપયોગ નીકળે નયન મહીથી અજ્ઞાનરૂપી કણું
થાય ધન્ય ધન્ય ધરાના અણું અણું.