તાજી ગઝલ
તાજી ગઝલ
1 min
411
ક્યારનો વિચારતો'તો કે લખું તાજી ગઝલ
જ્યાં તને જોઈ તો લાગ્યું, હાશ ! આ આવી ગઝલ
બોલવાની પણ છટા તારી ગજબ છે, આય હાય !
દાદ આપી તોય લાગ્યું તે કહી સામી ગઝલ,
તું મળે છે હર વખત જાણે કે તાજો શેર થઈ
પ્રશ્ન એવો પણ થતો, કે કેટલી લાંબી ગઝલ ?
નામ તારું હોઠ મારા જયારે જયારે ગણગણે
જીદ કરી હૈયું કહે સંભળાવો ને પાછી ગઝલ,
પહોંચવા તારા સુધી રસ્તો બીજો શોધ્યો જ નહિ
ત્રણસો ને પાંસઠ દિવસ મેં માત્ર પ્રગટાવી ગઝલ !