STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

સ્વતંત્રતા

સ્વતંત્રતા

1 min
215

ખુલ્લાં આકાશ નીચે સૂતેલાંને તારાઓનો ઝગમગાટ ગમે,

 બંધ ઓરડે પૂરાઈ રહેલાંને કિરણોનો ઝીણો પ્રકાશ ગમે,


આઝાદ ભારતની લીલીછમ ધરતીને જોતાં મનમાં ટાઢક વળે,

પ્રગતિનાં પંથે આગળ વધતાં, આપણા દેશને ઊંચી ઉડાન મળે,


કદીય ન વિસરાય એવાં લડવૈયાઓની એક યાદી આંખમાં ફરે,

સત્ય, અહિંસા ને પરિશ્રમની વાતે વિશ્વમાં ભારતનો ડંકો પડે,


દેશની રક્ષા કાજે હરહંમેશ તત્પર એવાં સૈનિકો નજરે પડે,

 સરહદ પર ફરજ નિભાવી, ધરતી‘મા’નાં પુત્રો દેશની સેવા કરે,


વિશ્વનાં ખૂણે ખૂણે વસતો ભારતીય, ભારતીય હોવા પર ગર્વ કરે,

સંસ્કારોનો ખજાનો ખોલી, પ્રેમ-કરુણા પાથરી દેશને રોજ યાદ કરે,


બહુધર્મી જનમેદની એક સાથે હળીમળી રહે ને આનંદ કરે,

સહુ જાગૃત દેશવાસીઓ રાષ્ટ્ર-તહેવારે અવશ્ય ધ્વજવંદન કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational