STORYMIRROR

Sheetal Bhatiya

Romance Others

4  

Sheetal Bhatiya

Romance Others

સ્વપ્નપુષ્પ

સ્વપ્નપુષ્પ

1 min
489

વગર વર્ષાએ પણ આજે હું ખીલ્યો,

પ્રકૃતિના સ્નેહમાં અવિરત હું ઝુલ્યો,


સૃષ્ટિના વસંત યૌવનનું,

મનભર માધુર્ય માણ્યું,

ભૂલાવે સૌ વેદના,

એવું સાનિધ્ય જાણ્યું,


દેખી મૌજ સૌંદર્ય,

ડાળીએથી જુદા કોઈએ કર્યો,

તૂટ્યો છતાં કોઈને,

અપાયેલ ભેટની લાગણીથી હું ઠર્યો,


વિખરાયેલી પંખડીઓ મારી,

છે નિશાની કોઈનાથી તોડાયાની,

છતાં છે સ્મિતની લાલિમા,

આજે કોઈના હદયથી જોડાયાની.


સમજી ખુદના જ હદયકમળની પાંખડી,

લીધું મુજને કોઈએ પાસે,

કરી સ્નેહીજનનો સંગ,

'સ્વપ્નપુષ્પ' પણ 'સ્વપ્નીલ' બની રાચે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance