STORYMIRROR

Dr Sejal Desai

Romance Others

3  

Dr Sejal Desai

Romance Others

સ્વપ્નમાં સ્મરણ તારું

સ્વપ્નમાં સ્મરણ તારું

1 min
136

જે તારા સ્મરણથી સજાવી હતી જો,

એ રાતો વિરહમાં વિતાવી હતી જો.


એ કોમળ હૃદયની ધડકન અનોખી,

તિજોરી મધ્યે આ બચાવી હતી જો.


એ યાદોને પાછી શે ભાળું કિનારે,

જે તારા સ્વપ્નોમાં વહાવી હતી જો.


કે શાથી નિરંતર ઉપજતી એ વાતો,

જે નોખાં પ્રયત્ને ભુલાવી હતી જો.


'સહજ' આમ હળવી પળો જો નિરાળી,

વિચારોને કારણે ગુમાવી હતી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance