સ્વપ્ન મોંઘેરા
સ્વપ્ન મોંઘેરા


હું એક નાવનો મુસાફર,
કાળાં માથાનો નાનો માનવી,
જોઈએ છે આ જગમાં ઘણું,
સમય ઓછોને જીતવું ઝાઝું,
થશે સાકાર સ્વપ્ન મોંઘેરા !
મતિનો હું થયો માહિર,
સપનાંને ઉંચેરા નભે સજાવી,
જોઈએ છે જિંદગીમાં ઘણું,
ઈશ્વરનું મારી સમીપ રહેવું,
થશે સાકાર સ્વપ્ન મોંઘેરા !
ઈશ્વર તારી લીલાં ન્યારી,
અટકેલાનેં તું સફળ બનાવી,
જોઈએ છે તારાં પ્રેમનું બીડું,
ખુદા તો પવિત્ર પ્રેમનું ઝરણું,
એક મુઠીભર સ્વપ્ન મોંઘેરા !