સ્વપ્ન કા'નાનું
સ્વપ્ન કા'નાનું
આજે જોયું અદભુત સ્વપ્ન,
મળ્યું મળવાનું નિમંત્રણ કાન્હાનું,
સરનામું મોકલ્યું, આવી જા તું,
હું રાહ જોઉં છું તારી,
હરખ ઘેલી થઈને નીકળી,
મનમાં ઉમંગ, દિલમાં તડપ,
કાંટાડી કેડીઓ વટાવતી ચાલી,
ન થયો અહેસાસ કાંટાનો,
મળી ગયું સરનામું મને,
દેખાય છે મોર આસપાસ,
ઊંચેથી ધોધ વહે છે,
ત્યાં જ છે ફૂલોનો હિંડોળો,
લલાટ પરની કસ્તુરી મહેકથી,
કાન્હાની થઈ ખાતરી,
દેદીપ્યમાન રૂપ એનું જોઈ,
અંતર થયું ઊજળું,
અશ્રુની ધારા વહી રહી,
દિલમાં મુઝને સમાવી,
મુજ સંગ બેઠો, ફૂલ કેરા હિંડોળે,
વાંસળી મધુર રેલાવી,
વાંસળીના સૂરમાં થઈ હું ગુલતાન,
ફરીફરીને મળીશું, વચનબદ્ધ થયો કાન્હો,
રાધા એની વાટ જુવે, મુજ સમ દીવાની.

