Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

સ્વીકારતું નથી

સ્વીકારતું નથી

1 min
415


કહે છે લોકો, કોઈના વગર કઈ અટકતું નથી,

પણ મારું આ મુખડું તારા વગર મલકતું નથી.


જોને બાગનું ફૂલ તારા વગર ખીલતું નથી,

મારું હૈયું પણ તારા વિના ધબકતું નથી.


પળ પળ પ્રતિ પળ તારું જ નામ સ્મરે,

આ મારું પાગલ દિલ પણ માનતું નથી.


પળ પળ ધડકે મારું હૈયું તારા નામ પર,

જોને એ પણ હવે મારું કહ્યું કરતું નથી.


છે તો હજારો લોકોની ભીડમાં મારો દેહ,

આ દલડું તારા વિના કોઈને જાણતું નથી.


કેવો સુંદર છે આ દુનિયાનો મેળાવડો !

પણ તારા વિના હૈયું ખુશી માણતું નથી.


કેટલાય રસમો રિવાજો છે આ દુનિયાના,

પણ આ પાગલ દિલ રસમો પાળતુ નથી.


ફૂલમાં ખુશ્બુ એમ તારામાં ભળી ગયું દિલ,

બંનેનું અલગ અસ્તિત્વ એ સ્વીકારતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance