STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સ્વીકારી લઉ છું

સ્વીકારી લઉ છું

1 min
214

ચાલ આજે જે પળ મળી એને માણી લઉ,

મારી જાતને ઊંડાણથી જાણી લઉ,

દુઃખ-સુખ નિરાશા-આશા ગમ,

કુદરતના આ ક્રમને સ્વીકારી લઉં.


જીવનની રસ્સીમાં પડી પૂર્વગ્રહોની ગાંઠ,

જરા સમજૂતીથી એને ઉકેલી લઉ,

જેનો ઉદય એનો અસ્ત છે,

જેનો આરંભ છે એનો અંત છે,

કુદરતના આ વણથંભ્યા ચગડોળને,

સહર્ષચિતે સ્વીકારી લઉં.


અનિશ્ચિત છે આ જીવનની ઘટમાળ,

ઈશ્વરની આ સોનેરી તક સમજી સ્વીકારી લઉંછું,

સંકટોના વાદળ ઘેરાય જ્યારે જીવનમાં,

રહેમતનો વરસાદ ચોક્કસ થશે,

એવી હૈયે ધારણા ધારી લઉં.


ઉઠે જ્યારે હથિયાર દુશ્મનના,

ઢાલ બની તું આવી જશે ઇશ્વર ,

બસ હૈયે શ્રદ્ધાનો એક દીપક જલાવી લઉં,

ચાલ આજે જે પળ મળી એને માણી લઉ,

મારી જાતને ઊંડાણથી જાણી લઉ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational