સ્વચ્છતાથી સજીએ
સ્વચ્છતાથી સજીએ
સૌના તે ગામમાં પાણી કૂવો
કૂવાની આજુબાજુ ના કરશો તે ગંદકી,
ગંદકીથી ગામની ઈજ્જત જાય
ને ઘેર ઘેર બીમારી થાય,
કોઈ માંદુ પડે કોઈ લપસી પડે
કોઈ લથડી પડે
કોઈ ઝગડી પડે,
કૂવાનાં ગંદા પાણીથી રોગો રે થાય
ગંદકીને કારણે ઘેર માંદગી રે થાય,
કાદવ કીચડથી રોગો રે થાય
કમળો કોલરિયા ને મેલેરિયા થાય,
ઘડી જીવાય ને ઉપર જવાય
એના કરતા પેલા બચાય.
