STORYMIRROR

Neeta Chavda

Inspirational Others

3  

Neeta Chavda

Inspirational Others

સ્વાતંત્ર્ય

સ્વાતંત્ર્ય

1 min
187

ખોવાયેલા હક, અધિકાર અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


દેશનો તાત રસ્તા પર, ખુદથી અજાણ્યા યુવાન અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


લોકશાહીની વાતું, શાહી અંદાજે રાજ અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


ધર્મનિરપેક્ષની વાતો સાથે ધર્મ સંકોચાય અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


ગભરાઈ છે દીકરી, છતાં ઉજવાય છે બાલિકા દિવસ અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


સેવક બન્યા અધિકારી, થતું રિશ્વતખોરી સાથે અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


ચારેકોર દેશભક્તિની વાતું, સોશિયલ મીડિયા છવાય છે અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


ગદગદ થાઉં ફરકતા તિંરંગા જોઈ, માયુસ છું કરમાયેલા તિરંગા જોઈ અને

મારો દેશ સ્વાતંત્ર્ય ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational