STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

સવાર પડી

સવાર પડી

1 min
601

સવાર પડી ને સૂર્ય ની રોશની મળી,

સવાર પડી ને પક્ષીઓની દોસ્તી મળી,


સવાર પડી ને ફૂલોની ફોરમ મળી,

સવાર પડી ને ખેતરમાં મોસમ ઢળી,


સવાર પડી ને પનઘટ પર સ્ત્રીઓ મળી,

સવાર પડી ને મંદિરમાં ઘંટડી રણકી,


સવાર પડી ને ચૂલા પર રોટલી તળી,

સવાર પડી ને માણસની મહેનત ફળી,


સવાર પડી ને ગામડાની ગલીઓ ગુંજી

સવાર પડી ને શહેરની શેરીનો સરકી,


સવાર પડી ને જીવનની જ્યોત ઝલકી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children