સવાર ભીની - ચારે મેઘ ખાંગા
સવાર ભીની - ચારે મેઘ ખાંગા


સવાર ભીની બપોરથી રાત અવિરત વરસાદ,
ચારે મેઘ ખાંગા ધરતીને તૃપ્તીનો અહેસાસ.
નભમાં છાયે વાદળ પવન ચાલે ઝડપની ચાલ,
ચારેકોર જળની રેલમછેલ નદીઓમાં છલકાવ.
દરિયામાં આવી ભરતી ઊછળે મોજા વારંવાર.
આપ્યું આભ ફાડીને જળ માનવ તું હવે બચાવ.
મહોરી ખીલી ઊઠ્યાં ઉપવનમાં વનસ્પતિ ને વૃક્ષ,
મહેર છે મેહુલાની ને પ્રેમભીનું "દિલ" વરસ્યું બહુ.