STORYMIRROR

દક્ષેશ ઇનામદાર

Others

4  

દક્ષેશ ઇનામદાર

Others

મન રહયું કોરું

મન રહયું કોરું

1 min
219

વરસાદ આવીને વરસ્યો,

છતાં મન રહયું હજી કોરું,

સંવેદનાઓ પરોવું શબ્દોમાં,

છતાં કહેવું રહયું અધૂરું.


કહેવાઈ છે કવિતામાં વાત ઘણી,

છતાં હજી બાકી,

કહેવું છે ઘણું હજી,

છતાં પ્રસ્તાવના રહી છે બાકી.


ખુશીઓથી છલોછલ હદય મારું,

છતાં વાત કોઈ બાકી,

કહેવાઈ જશે કે સમજાઈ જશે,

હદયને સમજવું બાકી.


કહેવાનું ના કદી કોઈ આયોજન,

પ્રયોજન હવે બાકી,

આ તો "દિલ"ની વાત,

"દિલ" સમજી જાય તો કાફી.


साहित्याला गुण द्या
लॉग इन